Jain Pathshala APP
બાલ્યવય માં જે બાળકો પાઠશાલા ના માધ્યમે આ સમ્યગ઼જ્ઞાન કરે છે તે ઉદ્યોગ, વ્યાપાર, સમાજ વગેરે વ્યવહાર તો અભૂતપૂર્વ પ્રગતિ કરે છે સાથે સાથે પોતાના સુસંસ્કારો દ્રારા પરિવાર, ધર્મ અને સમાજ ની ગરિમાને પણ વધારે છે.
જિનશાસન માં સમ્યગ઼જ્ઞાન મેળવવાનો મુખ્ય સ્ત્રોત પાઠશાળા છે. તેનું સ્થાન હ્રદયના સ્થાને છે. નાની ઉંમર થી જ બાળકો પાઠશાળામાં જોડાય અને સૂત્ર જ્ઞાન ની સાથે સુસંસ્કારો નું સિંચન જયારે આગળ વધે અને દ્વારા પરમાત્મા ઉપર શ્રદ્ધા વધે ત્યારે સમ્યગ઼દર્શન પ્રગટ થાય છે. ત્યાર બાદ પરમાત્મા એ દર્શાવેલી આવશ્યક ક્રિયાઓમાં પુરુષાર્થ કરે ત્યારે સમ્યગ઼ ચારિત્ર પ્રગટ થાય છે. આમ થતા પોતાનું જીવન ઉજમાળ બનાવી મોક્ષ માર્ગે વધે છે.તેથી જ ગુરુ ભગવંતો, શ્રી સંઘો આવું પ્રભુ વચનો રૂપી સમ્યગ઼જ્ઞાન મેળવા પાઠશાળાઓ ઉપર ખૂબ જ ભાર આપી રહ્યા છે. આવું જ્ઞાન મેળવા માટે કોઈ ઉંમર નથી. અબાલ,યુવાનો અને વ્રુદ્ધ પણ તેનું લાભ શકે છે અને સૌ પોતપોતાની મુજબ અભ્યાસ કરી ને આત્મ કલ્યાણના માર્ગે આગળ વધે છે.
વડોદરાનગરે માંજલપુર સ્થિત શ્રી લાલબાગ જૈન સંઘ આવેલ શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા એક ઉત્તમ ઉદાહરણ છે. પચ્ચીસ પચ્ચીસ વર્ષોની અંદર અંદર પાઠશાળામાં ઘણા બધા બાળકો, યુવાનો અને મોટેરાઓ ઉત્તમ જ્ઞાનઅભ્યાસ કરી જૈન સંઘ, શાસન ની ઉત્તમ ભક્તિ કરી પોતાના આત્મ કલ્યાણનું લક્ષ સિદ્ધિ કર્યું છે . જેમકે અનેકવિધ સંઘની અંદર પ્રતિક્રમણ વગેરે આરાધના કરવા જવું અને ત્યાંના અબાલ વૃદ્ધ પ્રોત્સાહિત કરવા ત્યાં સ્વયં પોતાની જ કાર્ય શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓ કે જે ઋણમુક્તિ ગ્રુપ તરીકે ઓળખાય છે. પોતાની અવનવી ટેકનીકસ દ્વારા પાઠશાળા માટે સુંદર કાર્ય કરી રહ્યા છે .
આ ગ્રુપ ના સદસ્યો ને એવા ભાવ થયા કે અત્યારના કાળ પ્રમાણે ટેકનોલોજી નું આકર્ષણ બહું જ તો આપને પણ તેનો સદઉપયોગ કરીને એક સરસ Uygulama તૈયાર કરીયે કે જેની અંદર બાળકોનો બધો જ veri આવી જાય તો તે દ્વારા બાળકોને પણ આનંદ થાય અને શિક્ષકો ને નો veri kaydı રાખવામાં ઘણી સરળતા રહેશે.



